સુવિચાર Thoughts

સુવિચાર

_____________________________________

 


 -લોકમાન્ય તિલક






 સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો

ત્યાં સુધી હાથમાં આવતી નથી.

-લોકમાન્ય તિલક
________________________________________________________________




 


 

-ભગવાન શંકરાચાર્ય

                                                         
       

પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય છે,

પરંતુ ક્ષમાનો ભાર ઊંચકી શકાતો નથી.                                                                                    
________________________________



-દયાનંદ સરસ્વતી








જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના
 

કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હૃદયમાં
 

રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે.


-દયાનંદ સરસ્વતી

________________________________________________________________





                                                                       


 -રામકૃષ્ણ પરમહંસ





ઘરમાં જો દીવો ન જલતો હોય તો તે દરીદ્રતાનું ચિહ્ન છે.
 

હૃદયમાં જ્ઞાનનો દીવો જ્લાવવો જોઈએ .હૃદયમાં જ્ઞાનનો
 

દીવો જલાવીને તેને જુઓ.


 -રામકૃષ્ણ પરમહંસ


________________________________________________________________



       
આપણે દુર્બળ છીએ, આ કારણથી કરીએ છીએ
 

અને આપણે અજ્ઞાની છીએ-આથી દુર્બળ છીએ.
 

આપણને અજ્ઞાની કોણ બનાવે છે? આપણે પોતે જ.
 

આપણે આપણી આંખોને પોતાના હાથ વડે ઢાંકી દઈએ છીએ
 

અને અંધકાર છે, કહીને રડીએ છીએ.

-
સ્વામી વિવેકાનંદ

____________________________________________________________




જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે
 

બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે.


-સંત તુલસીદાસ


_________________________________________________________________





જે રીતે ભૂખ વગર ખાધેલું ભોજન પચતું નથી,
 

તે જ રીતે દુ:ખ વગર સુખ પણ પચતું નથી.


-ગાંધીજી
_________________________________________________________________





હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં
 

દોડે છે તેને મૃગજળની માફક કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી.

-રામકૃષ્ણ પરમહંસ

________________________________________________________________





વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ
 

હૃદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે.

-રસ્કિન
__________________________________________________________________





જ્યાં મન, વચન, અને કાયા વડે તથા કથિત વિરોધીને
 

ક્ષતિ પહોંચાડવાની ભાવના છે ત્યાં હિંસા છે.


-ગાંધીજી
_________________________________________________________________







જે ત્યાગથી અભિમાન આવે, તે ત્યાગ નથી.
 

ત્યાગથી શાંતિ મળવી જોઈએ . અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે.


-વિનોબા ભાવે
_________________________________________________________________




જરા જેટલું અસત્ય પણ માણસનો નાશ કરે છે.
 

જેમ એક ટીપું ઝેર આખા દુધના તપેલાનો નાશ કરે છે.

-ગાંધીજી

_______________________________________________________________ 




વ્યર્થ આશામાં બંધાયેલો મનુષ્ય હૃદયને સુકવી નાખે છે,
 

અને આશાની શૃંખલા તૂટતા જ તે સ્વયં તૂટી જાય છે.


-રવીન્દ્રનાથ ટાગોર

___________________________________________________________________



સુખ બહારથી મેળવવાની વસ્તુ નથી.
 

તે તો અંદર જ છે.
 

પરંતુ અહંકારને હટાવ્યા વગર તેની પ્રાપ્તિ નહી થાય.

-સ્વામી વિવેકાનંદ

_______________________________________________________________


  • એક મુર્ખ તે છે જે રોગી હોવા છતાં દવા નથી લેતો, ખોરાકમાં સંયમ ન રાખે અને સરળતાથી મળનારા સારા પદાર્થોને નથી લેતો.
  • ચતુર માણસનું એ લક્ષણ નથી કે તે એકને તો મદદ કરે અને બીજા ભણી જુએ નહી.(ઈર્ષા કરે) એટલે કે ચતુર માણસ બધાને સંતોષ આપે છે.
  • એકની સોબતથી લોકો તરી જાય છે અને બીજાની સોબતથી લોકો ડૂબી જાય છે. આથી સારા માણસોને ઓળખીને તેઓની સોબત કરવી જોઈએ .
-સમર્થ રામદાસ

____________________________________________________________________


  • મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે.
  • વિશ્વ પરમાત્માનું વ્યક્ત રૂપ છે.
  • નબળી બાજુ જોવા કરતા ઊજળી બાજુનું દર્શન કોઈપણ શાસ્ત્ર કરાવે તો વધુ સારી સેવા માનવજાતની એ શાસ્ત્રના જ્ઞાતાએ કરી ગણાય.
-સ્વામી વિવેકાનંદ

____________________________________________________________________


 
  • ઉઠ જાગ અને જ્યાં સુધી તારું ધ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી જંપીશ નહિ.
 
  • ભારતની ધરતી એ જ મારું સર્વોતમ સ્વર્ગ છે.
 
  • ભય જ પતન અને પાપનું કારણ છે.
_____________________________________________________________________