શાયરી
પ્રીત ની રીત…
સહજ છે પ્રેમ કરવું આ દુનિયામાં
પણ નિભાવું મુશ્કેલ થઇ જાય છે
આસન નથી પ્રીત ની રીતએમાં તો જિંદગી પણ ટૂંકી પડી જાય છે.
___________________________________________________________
એક ઝલક જોવા
આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે,
એક ખરું ઝરણું બની વહેવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ,
કોઈ ની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.
____________________________________________________________પ્રેમના એક ટીંપા માટે….
યાદોની નાવ લઈને નીકર્યા દરિયામાં,પ્રેમના એક ટીંપા માટે નીકર્યા વરસાદમાં,
ખબર છે નથી મળવાનો સાથ એમનો,
છતાં ચાંદને શોધવા નીકર્યા અમાસમાં.___________________________________________________________
પ્રેમ વગરની જિંદગી…
જેના જીવનમાં પ્રેમ નથી તેની કોઈ હસ્તી નથી,પ્રેમ વગરની જિંદગી સસ્તી નથી,
તમે માનો કે ના માનો આમાં …
મારી કોઈ જબર-દસ્તી નથી.
___________________________________________________________
તેની જિંદગી બની જાઉં…
હું એ નથી જે કોઈના જીવનની વાર્તા બની જાઉં,
હું એ નથી કે કોઈની આંખના અશ્રુ બની જાઉં,
હું તો એક વ્હાલનો દરિયો છું,
જેના જીવનમાં જાઉં તેની જિંદગી બની જાઉં.
____________________________________________________________તારી આંખોની…
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું,તારા દિલનો ધબકાર બનવા તૈયાર છું,
તું જો આવીને મને સજીવન કરે તો….
હું રોજ લાશ બનવા તૈયાર છું. ___________________________________________________________
બીમાર છું તારી મહોબ્બતમાં…
તારા સિવાય કોઈના માટે મારી આંખો રોઈ નથી,બીમાર છું તારી મહોબ્બતમાં, શરીરમાં લોહી નથી,
મારા હતા તે આજે તારા છે,
તારા જેવા “બેવફા” મેં જોયા નથી.
____________________________________________________________
“તમારી જિંદગી”
દર્દ સિવાય જિંદગી અધુરી છે,
તો પણ જીવવું જરૂરી છે.
ના કરશો અફસોસ “તમારી જિંદગી” પર,
કેમકે તમારી જિંદગી વિના કોઈકની જિંદગી અધુરી છે.
____________________________________________________________
મરી જઇશ તારા પ્રેમમાં…
પ્રેમની એમણે ‘કદર’ ક્યાં રાખી છે,દિલની એમણે ‘ખબર’ ક્યાં રાખી છે,
મેં કહ્યું મરી જઇશ તારા પ્રેમમાં,
એમણે પૂછ્યું ‘કબર’ ક્યાં રાખી છે?
__________________________________________________________
જરૂર આવશે…
પાણીમાં પડતી બુન્દોને હું જોયા કરું,ટપ ટપ પડતા આંસુને હું લૂછ્યા કરું,
આજે નહી તો કાલે જરૂર આવશે
પળ પળ એ પળની રાહ હું જોયા કરું.
__________________________________________________________
થોડી ઘણી યાદ
એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છુટા પડવાની વાત ને ભૂલી જવી હતી,
વહેતા પવન ની જેમ બધું લઇ ગયા તમે,
થોડી ઘણી યાદ તો આપી જવી હતી.
_________________________________________________________
પ્રેમના રસ્તા પર..
તમે મને જીવતા શીખવાડી દીધું,
પ્રેમના રસ્તા પર ચાલતા શીખવાડી દીધું,
જ્યારથી મળ્યો પ્યાર તમારો
દુઃખમાં પણ હસતા શીખવાડી દીધું.
___________________________________________________________
કરી છે મિત્રતા..
કરી છે મિત્રતા અમે તમારાથી
ને તમે ક્યાં દરકાર રાખો છો
મસ્તક નમાવ્યું અમે અહી
ને તમે લટકતી તલવાર રાખો છો.
___________________________________________________________
તમારી યાદ આવે છે
તમે નથી ને તમારી યાદ આવે છે
પ્રભુએ જાણે શું ભરી દીધું છે તમારામાં,
કે પ્રભુને યાદ કરતા પહેલા પણ ખુદ તમારી યાદ આવે છે.
____________________________________________________________
નજર લાગે છે.
હોઠ, હૈયું ને નયનમાં હરખ લાગે છે,
સાજન તને કોઈ મળી હોય એવી ખબર લાગે છે,
અરીસા માં તમે બૌ જોયા ના કરો,
ક્યારેક પોતાની પણ નજર લાગે છે.
____________________________________________________________ખબર ન હતી
કરી હતી શરૂવાત એક નાની ગમ્મત થી
ગમ્મત દર્દ બની જશે એ મને ખબર ન હતી
જોતા હતા અમે તમને એક શોખ ખાતર
શોખ પ્રેમ બની જશે એ મને ખબર ન હતી.
____________________________________________________________
કમાલ કરી ગયા?
હાલ પૂછી ને બેહાલ કરી ગયા,
નજર થી અમોને હલાલ કરી ગયા,
ક્ષણ એક નિહાર્યા ને વિરહી પડ્યા અમે,
એવી તે કેવી કમાલ કરી ગયા?
__________________________________________________________
પ્રેમનો નશો..
પ્રેમનો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમાં જન્મો-જનમ નથી હોતો,
પ્રેમનું ઔષધ તો ઠીક છે,
બાકી પ્રિયતમના સ્પર્શ જેવો કોઈ ‘મલમ’ નથી હોતો.
________________________________________________________
કેવી તું બેવફા
કેવી તું બેવફા અમને દર્દ આપી ગઈ
ઓલવાઈ ગયેલ હૃદય ને આગ ચાંપી ગઈ
બેવફાઈ કરી તે પ્રેમ ને કર્યો બદનામ
આંસુ સાથે અમારો સંબંધ બાંધી ગઈ.
___________________________________________________________તારી યાદ માં
પ્રિયે તારી યાદ માં દિવસો વિતાવું છું હું
રોજ રાત્રે તારા-મારા સપના સજાવું છું હું
મારી આંખો જુવે છે તારી રાહ
તું જોવા ના મળે તો આંસુ વહાવું છું હું.
___________________________________________________________
કોઈ ન મળ્યા
ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા
કેહવું હતું પણ શબ્દો ના સથવારા ન મળ્યા
કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની
પણ અફસોસ અમારી કદર કરનારા કોઈ ન મળ્યા
________________________________________________________[ નોંધ: તમારી પાસે પણ જો કોઈ ગુજરાતી શાયરી & SMS હોય તો મને ઈમેલ ધ્વારા મોકલી આપશો હું ઍ શાયરી મારા બ્લોગ પર મૂકીશ.. ]
jaan4yash@yahoo.in