ગુજરાતી જોક્સ
_____________________________________
થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું
___________________________________________________________________
એક બેંકમાં લૂટારુઓ આવ્યા. લૂંટારૂઓ ચોરી કરી જઈ રહ્યા હતા, જતા-જતા તેમણે એક વ્યક્તિના માથા પર
પિસ્તોલ તાકીને પૂછ્યુ - તે અમને ચોરી કરતા જોયા છે ? પેલાએ હા પાડી તો તેને ગોળીથી ઉડાવી દીધો.
હવે એ લૂંટારૂ મગન પાસે આવ્યો અને બોલ્યો - શુ તે અમને બેંક લૂંટતા જોયા છે ?
મગન - નહી, મેં તમને નથી જોયા પણ (પોતાની પત્ની તરફ ઈશારો કરીને) આણે જરૂર જોયા છે
_____________________________________________________________
અને મગનકાકા પાસે ટિકિટ માંગી પરંતુ મગનકાકાએ ટિકિટ ચેકર ને ટિકિટ ના આપી; ચેકરે કહયુ કે ટિકટ
વગર મુસાફરી કરૉ છો તો જેલમા જવુ પડશે પરંતુ મગનકાકા કશુ જ બોલ્યા નહી ચેકર મગનકાકા ને જેલ મા
લઈ ગયો અને મગનકાકા ને જેલ માં પુરી દીધા.સવારે મગનકાકા બુમ પાડવા લાગ્યા કે મારો ક્યો ગુનો છે ?
તે મને જેલ માં પુરવામા આવ્યો છે ; જેલ ના સિપાઈ એ કહયુ કે તમે વગર ટિકિટ એ મુસાફરી કરતા હતા
એટલે તમો ને જેલ માં પુરવામાં આવ્યા છે.મગન કાકા એ કહયુ કે મારા પાસે ટિકિટ છે; તરત સિપાઈ એ
ટિકિટ ચેકર ને બોલાવી લીધા અને મગન કાકા ને જેલ માથી બહાર કાઢવામા આવ્યા પછીથી ટિકિટ ચેકરે
એ મગન કાકા ને પુછયુ કે રાતે ટિકિટ કેમ ના બતાવી તો મગન કાકા એ કહયુ કે રાતે મારી પાસે પૈસાનુ
જોખમ હતુ એટલે મારી ટિકિટ ના બતાવી હા હા હા હા હા હા......
____________________________________________________________
પિતા : રીંકુ બેટા, ગણિતમાં પચાસમાંથી પાંચ જ માર્ક્સ કેમ આવ્યા?
રીંકુ : પણ પપ્પા તમે જ તો કહ્યું હતું કે વધારે મેળવવાની લાલચ ન રાખવી જોઈએ.
_____________________________________________________________
નટુ - ડોકટર સાહેબ, તમારી સારવારથી મને ઘણો ફાયદો થયો છે.
ડોકટર ગટુ - મને એ યાદ નથી આવતું કે મેં તમારી કયારે સારવાર કરી હતી.
નટુ - તમે મારી નહીં, પરંતુ મારા કાકાની સારવાર કરી હતી. એ સ્વર્ગમાં સિધાવ્યા અને હું તેમનો એકમાત્ર
વારસદાર હોવાથી તેમની બધી જ મિલકત મને મળી છે
_______________________________________________________________________નટુ - અમારો કૂતરો ટોમી એટલો સમજદાર છે કે સવારે ફેરિયો આવે કે તરત જ છાપું ઉઠાવીને અમારી પાસે
લાવે છે અને તે પછી જ મોર્નિંગ વોક માટે જાય છે.
ગટુ - આ વાતની તો મને ખબર છે.
નટુ - પરંતુ તને કેવી રીતે ખબર પડી?
ગટુ - મારા કૂતરા બોબીએ મને બધી જ વાત કરી છે. ટોમી તેની સાથે જ મોર્નિંગ વોક માટે જાય છે
____________________________________________________________________
મેનેજર : મહેતાજી, પહેલાં તો તમે ઑફિસે મોડા આવતા અને વહેલા જતા રહેતા. હમણાં હમણાં વહેલા આવો
છો અને મોડા જાઓ છો. શું કારણ ?
મહેતાજી : સાહેબ, હમણાં મારાં સાસરીવાળા આવ્યા છે !
___________________________________________________________________
ગ્રાહક (દુકાનદારને) - તમે હિસાબમાં ભૂલ કરી છે, પાંચ રૂપિયા ઓછા આપ્યા છે, તમને ગ્રાહકોને છેતરતા
શરમ નથી આવતી?
દુકાનદાર - પણ આ પહેલા મે તમને ભૂલથી પાંચ રૂપિયા વધુ આપ્યા હતા ત્યારે તો તમે કંઈ ન બોલ્યા.
ગ્રાહક - મારો નિયમ છે કે દરેક માણસને સુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.
__________________________________________________________________
લેડી ડૉક્ટર (મહેશને) તમે રોજ સવારે ઉભા રહીને સ્ત્રીઓને કેમ તાકતા રહો છો
રમેશ (ડૉક્ટરને) ડૉક્ટર સાહેબ, તમે જ તો બોર્ડ પર લખી રાખ્યુ છે કે સ્ત્રીઓને જોવાનો સમય સવારે 9 થી 11.
______________________________________________________________
પુત્રીએ પોતાના પિતાજીને પુછ્યુ - પપ્પા, રીના આંટીના ઘરને દરવાજો નથી શુ ?
પપ્પા - નહી બેટા, તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.
પુત્રી - તો પછી તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો ?
_____________________________________________________________
પતિ (પત્નીને) મારો કોઈ ફોન આવે તો કહેજો કે હું ઘરમા નથી
થોડીવારે ફોનની ઘંટડી વાગી, પત્નીએ ફોન ઉઠાવીને કહ્યુ - હમણા તેઓ ઘરે જ છે.
પતિ ગુસ્સે થઈને બોલ્યો - મે તને ના પાડી છતાં તે કહ્યુ કે હું ઘરે જ છુ ?
પત્ની - તમે તમારા ફોન માટે ના પાડી હતી,પણ આ તો મારા માટે ફોન આવ્યો હતો.
_______________________________________________________________